વલસાડ જિલ્લાના ધરમપુર પોલીસે હોસ્પિટલમાંથી મોબાઈલ ચોરીના કેસમાં મોટી સફળતા મેળવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે..આ આરોપી છેલ્લા છ મહિનાથી ધરમપુર સ્ટેટ હોસ્પિટલ અને વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મોબાઈલની ચોરી કરતો હતો..પોલીસે આરોપી પાસેથી 30થી વધુ મોબાઈલ ફોન અને એક પલ્સર બાઈક મળીને કુલ રૂપિયા 2.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે..વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી…ધરમપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન.ઝેડ.ભોયા અને પીએસઆઈ આર.કે. પ્રજાપતિની ટીમે કૈલાશ રોડ પર વાહન ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિને રોક્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ત્રણ મોબાઈલ મળી આવ્યા હતા..તેની પૂછપરછમાં આરોપી રમણ કાશીનાથ જોગારીયાએ ચોરીની કબૂલાત કરી હતી..આરોપીના ઘરે દરોડા પાડીને પોલીસે 30 મોબાઈલ અને પલસર બાઈક નંબર GJ-06-ME-6365 જપ્ત કરી છે.. આરોપી સામે વર્ષ 2023માં વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં IPC કલમ 379 હેઠળ ગુનો નોંધાયેલો છે.. પોલીસે હવે મોબાઈલના માલિકોની ઓળખ માટે આગળની તપાસ શરૂ કરી છે..