Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ: જંબુસરના દેવલા ગામ નજીક ચાર વર્ષની બાળકીનું ડમ્પરની અડફેટે કરુણ મોત નિપજ્યું

ભરૂચના જંબુસરના દેવલા ગામ ખાતે રહેતા સુરેશ રાઠોડની 4 વર્ષની બાળકી સંજનાને પૂરઝડપે જઈ રહેl ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી જેમાં તેને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સની મદદથી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.બનાવની જાણ થતાની સાથે જંબુસર પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માત સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મીઠાના અગરમાં ફરતા ડમ્પરની અડફેટે 4 વર્ષીય બાળકીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

error: Content is protected !!
Scroll to Top