Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ: શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ચોક્કસ સ્ટેશનરીમાંથી જ નોટબુક-યુનિફાર્મ ખરીદવા વાલીઓને દબાણ કરાતું હોવાના આક્ષેપ

ભરૂચ જિલ્લામાં કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ખાસ સ્ટેશનરી મારફતે નોટબુક સહિતની વસ્તુઓનું ઊંચા ભાવે વેચાણ કરાતું હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણાઅધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ બુટ નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
રૂ. 25થી 30ની કિંમતે ઉપલબ્ધ નોટબુકો રૂ. 50થી 60માં વેચાય રહી છે જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે.આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઉંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે.

error: Content is protected !!
Scroll to Top