ભરૂચ જિલ્લામાં નાગરિક સંરક્ષણ તાલીમનો આજે જે.પી. આર્ટ્સ કોલેજ, ભોલાવ ખાતે પ્રારંભ થયો છે. નાયબ કલેક્ટર નીકુંજ પટેલે તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે આ તાલીમનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં નાગરિકોને સ્વ-બચાવ અને અન્યની મદદ માટે સક્ષમ બનાવવાનો છે.
ઈન્સ્પેક્ટર જે.એમ.વાધેલાએ યુદ્ધની પરિસ્થિતિઓ અને સિવિલ ડિફેન્સની વિવિધ સેવાઓની માહિતી આપી. આ સેવાઓમાં હેડક્વાર્ટર, સંદેશા વ્યવહાર, વોર્ડન સેવા, અગ્નિશામક સેવા, બચાવ સેવા અને પ્રાથમિક સારવારનો સમાવેશ થાય છે.જિલ્લા વહીવટીતંત્રે 2 જૂનથી 6 જૂન 2025 સુધી વિવિધ તાલુકા મથકો પર તાલીમનું આયોજન કર્યું છે. નાગરિકો ઓનલાઈન અથવા સ્થળ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકે છે.કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, કોલેજના પ્રમુખ, મામલતદાર માધવી મિસ્ત્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી લાડુમોર સહિત એન.સી.સી. કેડેટ્સ, વિદ્યાર્થીઓ, સરપંચો, તલાટી મંત્રીઓ, આપદા મિત્ર, હોમગાર્ડ્સ અને NGOના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.