વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નીચાણવાળા ભાગોમાં ગત વર્ષે પૂરના પાણી ફરી વળતા ભારે મુશ્કેલી સર્જાઇ હતી. આ વખતે પાલિકા દ્વારા વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ પ્રોજેક્ટને લઇને લોકોનો વિશ્વાસ જીતવામાં પાલિકા તંત્ર નિષ્ફળ રહ્યું રહ્યું છે. આજે પરશુરામ ભઠ્ઠામાં વિસ્તારના સ્થાનિકો દ્વારા તરાપાનું પૂજન કરવામાં આવ્યું છે. આ વખતે જો પૂરના પાણી ફરી વળે ત્યારે મદદ મળે તે આશયથી આ કાર્ય કરવામાં આવ્યું હતું, સામાજિક આગેવાન વિઠ્ઠલ આયરેએ જણાવ્યું કે, ગયા વર્ષે પૂરની દુખદ ઘટના ઘટી હતી. જે અમે આજે પણ ભૂલ્યા નથી, વળી તાજેતરમાં અકોટાના ધારાસભ્યએ કહ્યું હતું કે, પૂર તો આવવાનું જ છે. જેથી અમે અગાઉથી તરાપાનું પૂજન અર્ચન કરીને તૈયારીઓ કરી રહ્યા છે. જેથી કરીને વિસ્તારના લોકોને કોઇ તકલીફ ના પડે, અને તેમને મદદ મળી રહે. પાણી ભરાય ત્યારે તરાપાની મદદ મળી રહે તે અમારો ઉદ્દેશ્ય છે. ગત વર્ષે જ્યારે પાણી ભરાયું હતું ત્યારે પાલિકા તરફથી કોઇ ખાસ મદદ મળી શકી ન્હતી. જેથી આ વખતે પણ પાલિકા તંત્ર ની યોગ્ય મદદ ના મળી તો ફરી મુશ્કેલીઓ ના પડે તે માટે સ્થાનિકો દ્વારા તરાપા નું પૂજન કરવા માં આવ્યું હતું,