- અંકલેશ્વર નવા ફાયર સ્ટેશન પાસે ઝાડ અચાનક ધરાશાયી થઇ જતા દોડધામ મચી
- અંકલેશ્વર પાલિકા દ્વારા સ્થળ પર દોડી આવી રોડ ને અડી ને પડેલા ઝાડ ને દૂર કરાયું હતું.
અંકલેશ્વર શહેર સ્વર્ણિમ લેક વ્યુ પાર્ક બાજુ માં આવેલ નવા ફાયર સ્ટેશન કોમ્પ્લેક્ષ પાસે દર્પણ મોબાઈલ પાસે એક મહાકાય વૃક્ષ આજરોજ અચાનક ધરાશાયી થઇ જવા પામ્યું હતું. સદનસીબે જાનહાની ટળી હતી. 11 વાગ્યા ના સમયે અચાનક ધરાશાયી થઇ ગયું હતું. દુકાનદાર તેમજ અન્ય ઈસમ નજીક હતા તેનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગે અંકલેશ્વર ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને ઝાડ ને કાપી ને દૂર કરવામાં આવ્યું હતું. સદનસીબે જાનહાની ટળી સૌ કોઈ એ રાહતનો દમ લીધો હતો.