અંકલેશ્વર ના જુના બોરભાઠા બેટ ગામ ના પ્રગતિશીલ ખેડૂત અશ્વિન પટેલ દ્વારા શિયાળામાં ભીંડાનું વાવેતર થતું નથી. પણ એમાં મલ્ચીંગ કરી ભીંડાની ખેતી કરી છે. મલ્ચિંગ ઉપર ક્રોપ કવર કર્યું છે. ગરમી માં જ ભીંડાનું વાવેતર થાય શિયાળામાં થતું હોતું નથી. તાપમાન મેન્ટેન કરી જેથી છોડનો વિકાસ થાય. ડિસેમ્બરમાં ભીંડા વાવ્યા હતા. જેના કારણે 1200 મણના 1200 મળ્યા હતા. હવે સિઝનમાં 500 રૂપિયા થઇ ગયો છે. શિયાળામાં કર્યું તેથી વધુ રૂપિયા મળ્યા હતા. 1.40 લાખ ના ભીંડા પાક્યા હતા. તો કેળમાં 15 થી 17 મહિના માવજત કરવી પડે જેથી 2 લાખ મળે છે. બીજા નંબર શેરડી વીઘે 50 થી લાખ મળે છે.જ્યારે ત્રણ મહિનામાં ભીંડા ની આવક મેળવી રહ્યા છે. ભીંડા જાન્યુઆરીમાં વાવ્યા અને એપ્રિલ સુધીમાં 1.40 લાખ મળી ગયા છે. ચોળી પણ આજ પદ્ધતિ વાવે છે અને એ પણ સામાન્ય રીતે શિયાળામા વાવેતર ચોળીનું નથી થતું. ક્રોપ કવર નવી પદ્ધતિનું લાવી ને ચોળી અને સ્વીટ કોર્ન વાવ્યું છે. મિશ્ર પાકોનું વાવેતર કરી આ બધો ફાયદો મેળવ્યો છે. સ્વીટ કોર્ન માં ત્રણ માસમાં રુ. 2 લાખ કમાઈ લીધા છે. શાકભાજીનું શિડ્યુલ બદલવાનું કામ મોટાભાગે મે જ કર્યું છે. બીજા લોકો ખાસ કરતા નથી. એક વીઘા માંથી 16 મણ ભીંડા શિયાળાના દિવસોમાં કોઈ કરતું નથી. આપણે કર્યું છે. બીનસિઝન વાવેતર મલ્ચીંગ પદ્ધતિથી કરી વધુ આવક મેળવી રહ્યા હોવા સાથે તેઓ .સંપૂર્ણ ખેતી ડ્રીપ ઈરીગેશનથી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.