5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અંકલેશ્વરમાં ભરૂચ સીટીઝન કાઉન્સિલ દ્વારા રેવા અરણ્ય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને બચાવવા તથા હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓ એ ભાગ લીધો હતો અને જાતે વૃક્ષો વાવી પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવી હતી.કાર્યક્રમ દરમિયાન પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ સીટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ, ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદી, અંકલેશ્વર રેન્જના વન અધિકારી ડી.વી. ડામોર તેમજ કાઉન્સિલના અન્ય અગ્રણીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય હેતુ લોકોમાં પર્યાવરણ જાગૃતિ ફેલાવવા અને ભવિષ્યની પેઢી માટે એક સ્વચ્છ અને હરિત પૃથ્વી બનાવવાનો સંદેશ આપવો હતો.