

સમગ્ર વિશ્વમાં પર્યાવરણ ના સંરક્ષણ અને જાગૃતિ માટે દરવર્ષે 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ નિમિત્તે રાજ્યના અનેક સ્થળોએ વિવિધ પર્યાવરણ સ્નેહી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને અંકલેશ્વર જીઆઇડીસી સ્થિત રેઈની લાઈફ સાયન્સ કંપની ખાતે પણ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.


આ પ્રસંગે કંપની ના ડિરેક્ટર અમિશ શાહ, કલ્પેશ કોઠીયા,હિતેશ ચોવટિયા, એચ આર એક્ઝિક્યુટિવ પ્રજ્ઞેશ પરમાર તેમજ આર્ચિ મોદી સહીત કમર્ચારીઓ અને એડમીન સ્ટાફ દ્વારા વૃક્ષારોપણ કરી વૃક્ષ ના જતન ના સંકલ્પ લીધા હતા. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની થીમ પ્રમાણે “સે નો ટુ પ્લાસ્ટિક” પર ભાર મુકાયો હતો.