અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસી ને અડીને પસાર થતી વાન ખાડી અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના અનેક ગામો માંથી પસાર થઇ કંટીયાજાળ નજીક દરિયામાં વિલીન થાય છે. ત્યારે પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન વાન ખાડી માં સુએઝ ના પાણી ઉપરાંત રાસાયણિક પાણી ફરી વળતા હોય છે. અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસી ની કંપની નું રાસાયણિક કેમિકલ યુક્ત પાણી ખાડી માં ભળી જતાં કઠોદરા, પારડી, કુડાદરા, રોહીદ, વાલનેર, રાયમા, માલણ પોર, કાંટા સાયણ , છિલોદરા, દંતરાઈ , વાસણોલી, બાડોદરા, ગામો ના ખેડૂતો ની લગભગ 200 એકર થી વધુ જમીન ને બિનઉપજાઉ થઇ રહી છે. અને આ ગામો ના ખેડૂતો વાન ખાડી ના પાણી પર જ પિયત કરતા હોય છે. જેને ખેતીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થઇ રહ્યું છે. તેમજ ચોમાસા દરમિયાન આ સમસ્યા સૌથી વધુ વધી જાય છે. ત્યારે જીપીસીબી દ્વારા વાનખાડી માં આવતું કેમિકલયુક્ત પાણી અટકાવવા માં આવે તેમજ જો 10 દિવસ માં બંધ નહિ થાય તો આ અંગે જીપીસીબી ની કચેરી ખાતે આમરણાંત ઉપવાસ પર ખેડૂતો બેસવા મજબૂર બન્યા છે. જે અંગે ત્વરિત અસર થી કાર્યવાહી કરવા હાંસોટ કોંગ્રેસ અગ્રણી વિજયસિંહ પટેલ દ્વારા લેખિત ફરિયાદ કરી હતી. તો આ અંગે મુખ્યમંત્રી સહીત ભરૂચ જિલ્લા કલેક્ટર અને સંબંધિત વિભાગ માં પણ લેખિત ફરિયાદ મોકલી આપી હતી.