અંકલેશ્વર હસ્તી તળાવ નજીક દરગાહ દૂર કર્યા બાદ હવે કોઈ ચાદર ચઢાવી ગયું
થોડા દિવસ પૂર્વે ફૂલો ચઢાવવામાં આવ્યા હતા
ચાદર ચઢાવી કોઈની ધાર્મિક આસ્થા દુભાવાની કોશિશ
અંકલેશ્વર હસ્તી તળાવ રોડ માર્ગ અને મકાન વિભાગે અડચણ રૂપ 3 દરગાહ દૂર કર્યા બાદ હવે કોઈ ચાદર ચઢાવી ગયું હતું. મઝાર શરીફ દૂર કરી રોડ બનાવ્યો હતો. જ્યાં થોડા દિવસ પૂર્વે ફૂલો ચઢાવવામાં આવ્યા હતા. હવે ગત રાત્રી ના ત્યાં ત્રણ ચાદર ચઢાવવામાં આવી હતી. જો કે રાત્રી ના ચઢાવેલ ચાદરો સવારે સ્થળ પર ના જોવા મળી હતી. આગામી તહેવારો સમયે જ બની રહેલી ઘટના ની કોઈ અટકચાળા તત્વો ની ટીખળ કે શ્રદ્ધા નો વિષય હતો.
અંકલેશ્વર માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વહીવટી તંત્ર ની હાજરી માં થોડા સમય પૂર્વે રાજપીપળા ચોકડી નજીક ગિરનાર સોસાયટી પાસે રામદેવપીર નું મંદિર તેમજ અંકલેશ્વર હસ્તી તળાવ પર 3 મઝાર શરીફ દૂર કરી દેવામાં આવી હતી. ચુસ્ત પોલીસ વ્યવસ્થા વચ્ચે કરવામાં આવેલ કામગીરી બાદ મહિના પછી હવે અંકલેશ્વર માં બકરી ઈદ અને જગરનાથજી ની રથયાત્રા નજીક છે ત્યારે જ કોઈ ઈસમ દ્વારા જ્યાં મઝાર શરીફ હતી અને તેના પર રોડ બનાવ્યો હતો તેના પર થોડા દિવસ પૂર્વે ફૂલો ચઢાવવામાં આવ્યા હતા. જે બાદ ગત રાત્રીના કોઈ ઈસમ દ્વારા શ્રદ્ધા થી કે પછી કોઈ ટીખળખોર દ્વારા ત્રણ ચાદર ચઢાવી હતી. રાત્રી ના આ ચાદર જોતા પુનઃ દરગાહ હોવાની લોકો ને પ્રતીતિ કરાવી હતી. જો કે સવાર થતાં જ ત્યાં ચઢાવેલ ચાદરો દૂર કરી દેવામાં આવી હતી. તંત્ર દ્વારા કરાઈ કે પછી કોઈ શ્રદ્ધાળુ દ્વારા કરાઈ તે જાણવા મળ્યું નથી. તાજેતર માં જવાહર બાગ માં મહાનુભાવો ની પ્રતિમા પર કીચડ નાખી વિવાદ નું કાવતરું જોવા મળ્યું હતું જે બાદ હવે માર્ગ ને અડચણ રૂપ મઝાર શરીફ દૂર કર્યા બાદ તે સ્થળે ફૂલ અને હવે ચાદર ચઢાવી કોઈની ધાર્મિક આસ્થા દુભાવાની કોશિશ જોવા મળી રહી છે. જે જોતા તંત્ર દ્વારા સુલેહ શાંતિ બની રહે તે માટે કવાયત શરુ કરી છે.