અંકલેશ્વરના સુરવાડી ગામે એ કુદરત ના માર વચ્ચે માણસ નો માર
10 દિવસથી વીજળી ડૂલ થતા ખેડૂતોનો પાક સુકાયો
ખેડૂતો દ્વારા કેરબા ભરી પિયત કરવા મજબૂર બન્યા
પાણીના કેરબા ભરીને છોડ પર પાણી નાખી પાક બચાવવાની કોશિશ
સુરવાડી ગામે એ કુદરત ના માર વચ્ચે માણસ નો માર પડી રહ્યો છે. વાવાઝોડા માં પડેલા વીજ થાંભલા પડી ગયા બાદ રીપેર ના કરતા ધરતી પુત્ર નો આપઘાત નો વારો આવ્યો છે. 15 દિવસ થી જ્યોતિ ગ્રામ યોજના યુક્ત સુરવાડી ગામમાં વીજળી જ ડૂલ થઇ છે. ખેડૂતો દ્વારા કેરબા ભરી પિયત કરવા મજબૂર બન્યા છે. કુદરતી આફત નુકસાન, ભૂંડ ના ત્રાસ નો માર અને માનવ સર્જિત ત્રાસ નો માર થી કંટાળેલા ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી સાથે આત્મવિલોપન કરવા ની પણ ધમકી આપી હતી.
15 દિવસ પૂર્વે અંકલેશ્વર માં આવેલ મીની વાવાઝોડા ના જ્યાં ખેતર નો પાક નાશવંત થયો હતો. ત્યાં વીજ થાંભલા અને તારો તૂટી ને વેર વિખેર થઇ ગયા હતા.કુદરત ના માર થી ઉભરી રહેલા ધરતી પુત્રો ને જે બાદ સહાનુભૂતિ મળવી જોઈએ તેના બદલે તંત્રની આળસ સાથે ની બસ થઇ જશે આવું છું. આજે તો થઇ જશે ના વચનો મળતા ધરતીપુત્રો રોષ થી ભભૂકી ઉઠ્યો છે. અંકલેશ્વર ના સુરવાડી ગામ ખાતે છેલ્લા 15 દિવસ થી ખેતી લાઈન પર વીજળી ના રહેતા ધરતીપુત્રો દક્ષિણ ગુજરાત વીજ નિગમ ની કચેરી ફોન અને ધક્કા લગાવી કંટાળી ગયા હતા. વાવાઝોડા માં પડેલા વીજ થાંભલા ના ઉભા કરી તાર પણ ના લગાવતા 15-15 દિવસ થી વીજળી વગર ખેતર માં પિયત માટે વલખા મારતા ધરતીપુત્રો આપઘાત કરવાનો વારો આવ્યો હોવાના રોષ સાથે જણાવ્યું હતું કે બસ ત્રાસ ત્રાસ ત્રાસ છે. એક તરફ કુદરતી આફતો થી ખેડૂતો પરેશાન બન્યા હતા. ત્યાં ભૂંડ ના ત્રાસ, અને હવે વીજ નિગમ નો ત્રાસ મળી રહ્યો છે. ખેતરમાં ઉભા પાક એવા શાકભાજી અને વેલા ના પાક નું બિયારણ લાવી ને વાવ્યા બાદ જયારે અંકુર ફૂટ્યા છે ત્યારે પિયત ના મળતા વાવણી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે. જેને લઇ ધરતી પુત્રો દ્વારા ડીજીવીસીએલ સામે રોષ ઠાલવી પાણીના કેરબા ભરી ને એક એક છોડ પર પાણી નાખી પાક બચાવવા ની નાકામ કોશિશ કરી રહ્યા છે.