Vaat Ankleshwarni

તાજા સમાચાર

બકરી ઇદ નો તહેવાર હોય અંકલેશ્વર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી

7 મી જૂનના રોજ મુસ્લિમ સંપ્રદાયનો બકરી ઈદનો તહેવાર હોય અંકલેશ્વર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ ભય મુક્ત વાતાવરણમાં પર્વની ઉજવણી પાર પડે તે હેતુસર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ પ્રગ્નેશ સિંહ ચાવડા ની અધ્યક્ષતા માં પી.એસ.આઈ.અને પોલીસ મથક જવાનો દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ નું આયોજન કરાયું હતું. જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક થી ભરૂચી નાકા કસ્બાતી વાડ, ગોયા બજાર, મુલ્લાવાડા, પીરામણ નાકા થી ચૌટા નાકા થઇ ને એ ડિવિઝન પોલીસ મથકે ફૂટ માર્ચ સાથે જવાનો ફ્લેગ માર્ચ માં જોડાયા હતા

error: Content is protected !!
Scroll to Top