ખેતી કરવા આવતા ખેડૂતો તરતા પથ્થર ની પૂજા કરી ખેતી ની કરતા શરૂઆત હતી
ખાડી માંથી મળી આવેલા પથ્થર ખેડૂતો માટે આસ્થાનું કેન્દ્ર
તરતો પથ્થર ની વૈજ્ઞાનિક ઓળખ પુમીસ પથ્થર હોવાનો મત સામે આવ્યો છે.
હિન્દુ ધાર્મિક ગ્રંથ રામાયણ મુજબ ભગવાન શ્રી રામ ની વાનર સેના દ્વારા રાવણ સાથેના યુદ્ધમાં રામેશ્વર ખાતે રામસેતુ પુલ બનાવ્યો હતો. અને તે રામસેતુ પુલ ના ઉપયોગ દ્વારા ભગવાન શ્રી રામ ની વાનર સેના દ્વારા તે રામસેતુ ઓળંગીને સામે કિનારે ગયા હતા. ત્યારે જે રામ સેતુ બનાવવામાં આવ્યો હતો તેમાં તરતા પથ્થર વિશેષ કુતૂહલ ઉભુ કર્યું હતું. ત્યારથી હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ લોકો તરતા પથ્થર માં શ્રદ્ધા રાખે છે. જ્યાં પણ કોઈ જગ્યા પર આવા તરતા પથ્થર મળે તો તેનું પૂજન કરી મંદિરમાં તેનું સ્થાપન કરવામાં આવે છે. આવો જ એક પથ્થર સૂરવાડી ગામના દિનેશભાઇ પટેલ ને 2018 માં તેમના ખેતર પાસેથી પસાર થતી વરસાદી કાંસ માંથી મળ્યો હતો. જે તે વખતે તરતા પથ્થર મળવાથી સૂરવાડી ગામમાં વિશે કુતૂહલ ઊભું થયું હતું. 2018 થી આજદિન સુધી દિનેશભાઈ પટેલ દ્વારા તરતા પથ્થરને પોતાના જ ખેતરમાં એક વ્યવસ્થિત જગ્યા પર મૂકી તેની સ્થાપના કરી દરરોજ તેની ઉપર અગરબત્તી અને પૂજન કરે છે.હાલમાં પથ્થરની આસપાસ વિશેષ પ્રકારની જાળી રાખી તેનું રક્ષણ કરી તેની પૂજા કરે છે. દર શનિવારે એક પ્લાસ્ટિકના તબ માં પાણી મૂકી તેની અંદર રાખી સવારથી સાંજ સુધી દર્શન માટે ખુલ્લો રાખી તેની પૂજા કરે છે. વિજ્ઞાન અને ચમત્કાર એકબીજાના પૂરક છે. દિનેશ ભાઈ પટેલ ની આ આસ્થા હવે ગ્રામજનો ની પણ બની છે. અને સિમ માં ખેતી કરવા આવતા ખેડૂતો ખેતર તરફ જતા પૂર્વે તરતા પથ્થર ને શ્રધ્ધાભેર નમન કરી ખેતી કરવા પ્રયાણ કરતા જોવા મળી રહ્યા છે.