મહિલા સહીત ચાર નો આબાદ બચાવ થયો હતો
રાહદારી ને બચાવવા જતા બસ માંડ માંડ બ્રેક વાગતા ઉભી રહી હતી
ઘટનાસ્થળે મુસાફરો બસમાં થી નીચે ઉતરી આવ્યા હતા.
અંકલેશ્વર શહેરના હાર્દસમા ત્રણ રસ્તા સર્કલ પર સરકારી બસ ની બ્રેક ફેલ થઇ જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હોવાની ઘટનાની લોકો નાસભાગ મચી જવા પામી હતી. ઝઘડીયા થી સુરત ના અડચણ તરફ જતી એસટી. બસ અંકલેશ્વર શહેર બસ ડેપો પર આવી રહી હતી તે દરમિયાન ત્રણ રસ્તા સર્કલ તરફ જતી વેળા બસ ચાલક રાહદારી મહિલાને લીધા બાદ બસ ડિવાઈડર પર ચઢાવી દીધી હતી. રાહદારીઓને બચાવતી વેળા બસની બ્રેક થઇ જતા ચાલક એ સ્ટેરિંગ પર કાબુ ગુમાવ્યો હતો. અને બસ સીધી જ માર્કેટીંગ યાર્ડ ના શોપીંગ સેન્ટર ના ફુટપાટ પર ધસી ગઈ હતી. સદ્દનસીબે ત્યાં લોકો ના હોવા સાથે ગાડી ફુટપાટ પર ચઢ્યા બાદ અટકી ગઈ હતી. આ ઘટના ના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં મહિલા બસ ની અડફેટે આવી જતા બસ નીચે જતી રહે છે. જે બાદ માંડ માંડ ઉભી રહેલી બસ નીચે થી મહિલા આબાદ રીતે બચી ને બહાર નીકળતા જોવા મળી હતી. રામ રાખે તેને કોણ ચાખે તેમ મહિલા સહીત અન્ય 4 ઈસમો આબાદ બચાવ થયો હતો. ઘટના માં ગભરાયેલા તમામ મુસાફરો ત્વરિત અસર થી નીચે ઉતરી આવ્યા હતા. ઘટનાને પગલે લોક ટોળા એકત્ર થઇ ગયા હતા. બસ ચાલક દ્વારા આ અંગે ત્વરિત અસર થી અંકલેશ્વર ડેપો માં જાણ કરી અન્ય બસ ની વ્યવસ્થા કરી મુસાફરો ને મોકલ્યા હતા. ઘટનાને પગલે લોકોમાં એક તબક્કે ભય નો માહોલ સર્જાયો હતો.