ઉમેદવારીનો અંતિમ દિવસ ગ્રામ્ય કક્ષાએ ચૂંટણી ચહલપહલ વધી
11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ, જે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસે કાર્યકરો જમાવડો
અંકલેશ્વર માં 27 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 51 અને સભ્યપદ માટે 318 ફોર્મ ભરાયા હતા. ઉમેદવારીનો અંતિમ દિવસ ગ્રામ્ય કક્ષાએ ચૂંટણી ચહલપહલ વધી છે. અંકલેશ્વર માં 27 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં ઉમેદવારો સાથે કાર્યકરો જમાવડો જોવા મળ્યો હતો. 11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. જે બાદ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.
અંકલેશ્વર મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી ખાતે પંચાયતીરાજની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો.આજરોજ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનો અંતિમ દિવસ હતો,જેના કારણે ચૂંટણી કચેરીઓમાં ઉમેદવારોનો મેળાવડો જોવા મળ્યો હતો. અંકલેશ્વર તાલુકાના જીતાલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે જગદીશ પ્રભાત વસાવાએ 10 સભ્યો સાથે ફોર્મ ભર્યું હતું,આ ઉપરાંત જીતાલી ગામમાંથી ઉષા કિરીટભાઈ વસાવાએ 10 સભ્યો સાથે તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભર્યું હતું. સંજાલી ગામના સરપંચના ઉમેદવાર અતિકા સફાકત ભૈયાતે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી. પરિવર્તન પેનલ તરીકે સંજાલી ગામ ખાતે અતિકા સફાકત ભૈયાતે ઝુકાવ્યું છે. વધુમાં કોસમડી ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ ના ઉમેદવાર શારદા પ્રકાશભાઈ વસાવાએ 16 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી. માંડવા ગ્રામ પંચાયતમાં સરપંચ ઉમેદવાર નવીન અર્જુન પટેલે 10 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી.અને ઉછાલી ગામમાં સરપંચ પદ માટે શીતલ જીતેશભાઈ પટેલે 8 સભ્યો સાથે ઉમેદવારી કરી હતી.તો દઢાલ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે સુકા ગંભીર વસાવાએ 10 સભ્યો, અને માટીએડ ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ ઉમેદવાર માટે પંકજ ફતેસિંહ પરમાર 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે 11 જૂને ઉમેદવારી પરત ખેંચાયા બાદ કયા ઉમેદવાર મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે. જો કે ફોર્મ ભરવા ના અંતિમ દિવસે 27 ગ્રામ પંચાયત માં સરપંચ પદ માટે 51 ઉમેદવારો અને પંચાયત સભ્ય પદ માટે 318 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી હતી 27 ગ્રામ પંચાયત માં કુલ 58,400 મતદારો નોંધાયા છે. જેમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારો નો સમાવેશ થાય છે. 27 પંચાયત પૈકી 12 ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી વિભાગ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.