અંકલેશ્વર જીઆઇડીસી જલધારા ચોકડી પાસે ગેસ લાઈનમાં ભંગાણ બાદ ફ્લેશ ફાયર થતા લોકો ના જીવ પડીકે બંધાયા હતા
ગુજરાત ગેસની લાઇનમાંથી આગ ભભૂકી ઉઠી હતી.
જમીન પર આગ ની જ્વાળા ઉઠતા આસપાસના રહીશોમાં ગભરાટ
ડી પી એમ સી ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું છે. ગેસ લાઈનમાં ભંગાણ થતા ફ્લેશ ફાયર થયો હતો.અને જમીન પર આગ ની જ્વાળા ઓ ઉઠતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ ગુજરાત ગેસના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે તુરંત જ ગેસ લીકેજ બંધ કરાવ્યું હતું.ફાયર ફાઈટરની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. નોંધનીય છે કે, અંકલેશ્વર જીઆઇડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં વારંવાર ભંગાણ સર્જાવાના બનાવો બને છે.