નર્મદા મૈયા બ્રિજ પાસે અંબા ગીરી આશ્રમ માં 4 ઈસમોએ ઉત્પાત મચાવ્યો
અંબા ગીરી આશ્રમમાં રહેતા ઈસમને માર મારી લૂંટ ચલાવી
ચપ્પુ અને ડંડા વડે માર મારી ગંભીર ઇજા પહોંચાડી હતી
બી ડિવિઝન પોલીસે લૂંટ અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરુ કરી
અંકલેશ્વર નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમ માં વિજય તિવારી અને તેનો મોટો ભાઈ અજય તિવારી રહે છે. થોડા દિવસ પૂર્વે વિજય તિવારી એ અંદાડા ગામ ના કાલુ નામના ઈસમ આશ્રમ નજીક લાકડા કાપવા આવ્યો હતો. જેને જે તે વખતે અટકાવ્યો હતો. જે ની રીસ રાખી ગત 7 મી જૂન ના રોજ કાલુ, સોનુ અને મન ઉર્ફે ગોલુ અને અન્ય એક ઈસમ રાત્રી ના આવ્યા હતા અને કેમ તે દિવસે બહુ દાદાગીરી કરતો હતો લાકડા કપાવા ના દે તો હતો. કહી દરવાજો ખોલવા કહેતા વિજય તિવારી રૂમ નો દરવાજો ના ખોલતા અંતે ચારેય ઈસમોએ દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા અને વિજય તિવારી જોડે મારઝૂડ કરી તેના ચપ્પુ મારવાની કોશિશ કરી હાથ માં વાગી ગયો હતો. જે બાદ હાથમાં પહેરેલી સોનાની વીટી કાઢી લીધી હતી તેમજ આંબા ગીરી આશ્રમ ના માતાજી દ્વારા સાચવવા આપેલ રોકડ રૂપિયા 30 હજારની લૂંટ ચલાવી હતી. એટલું જ નહિ બુમાબુમ સાંભળી તેમના ભાઈ અજય તિવારી ને પર ગંભીર રીતે માર મારી ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે સારવાર લીધા બાદ અંતે બી ડિવિઝન પોલીસ મથકે વિજય તિવારી દ્વારા કાલુ, સોનુ, મન ઉર્ફે ગોલુ અને અન્ય ઈસમ મળી 4 ઈસમો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.