Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર માં સ્ટેશન પોલીસ ચોકી બાજુમાં જ આવેલ મોબાઈલ શોપમાં ચોરી થઇ જવા પામી હતી.

  • રાત્રે દુકાનનું પતરું તોડી 66 હજારના 12 મોબાઈલની ચોરી કરી ફરાર
  • દુકાન માં લાગેલા સીસીટીવી માં બે તસ્કરો કેદ થયા હતા.

અંકલેશ્વર રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકી નજીક આવેલ ભવાની મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે. બે તસ્કરોએ રાત્રિ દરમિયાન દુકાન નું પતરૂ તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરો જુદી જુદી કંપનીના કુલ 12 મોબાઈલ ફોન ચોરી કર્યા હતા. ચોરી થયેલ મોબાઈલ ની કુલ કિંમત રૂપિયા 66,587 છે. દુકાન માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને તસ્કરો નું પગેરું મેળવવા ડોગ સ્કવોર્ડ ની મદદ લીધી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં બે તસ્કરો ચોરી કરતા સ્પષ્ટ નજરે પડ્યા હતા. તસ્કરો દુકાનમાં આવ્યા બાદ પ્રથમ ટેબલ ના ડ્રોવર તોડ્યા હતા જે બાદ ડિસ્પ્લે માં રહેલા મોબાઈલ લઇ એક ડોલ માં ભર્યા બાદ પલાયન થઇ ગયા હતા. તસ્કરો મોઢા પણ છુપાવ્યું ના હતું. ત્યારે પોલીસે સીસીટીવી આધારે સ્કેચ બનાવી મોબાઈલ ચોરને ઝડપી પાડવા ની કવાયત શરુ કરી હતી. અત્રે ઉલેખનીય છે કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન જેવા અત્યંત વ્યસ્ત વિસ્તાર માં રાત્રી ના પોલીસ ચોકી બાજુમાં આવેલા બે દુકાન છોડી ને મોબાઈલ શોપ માં તસ્કરો એ હાથ અજમાવી પોલીસ ને ખુલ્લો પડકાર ફેંકી ચોરી ને અંજામ આપ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top