અંકલેશ્વર ના કોસમડી ગામ મહંમદ રિઝવાન ઈકો ગાડી ભાડે થી ચલાવે છે. ગત રાત્રી ના 11 વાગ્યાના અરસામાં એક ફોન આવ્યો કે રંજન બોલું છું મારી ગાડી કાપોદ્રા પાટિયા પાસે બગડી ગઈ છે. મને ઘર જરા મુકવા આવી શકો છો. રિઝવાન ભાઈ ના મોબાઈલ માં સેવ હતો પણ ઓળખતો ના હોવા થી તેને સામે પૂછ્યું કે હું તો ઓળખાતો નથી. તમે કોણ ? સામે થી મળ્યો કે હું તમારી ઇકો કેટલી ભાડે લીધી છે. નંબર પણ સેવા છે. તમારા મોબાઈલ માં તેમ કહેતા જ રિઝવાન ભાઈ પોતાની મોપેડ લઇ મદદે પહોંચી કાપોદ્રા પાટિયા પર ઉભેલ મહિલા પાસે પહોંચતા તે જલધારા ચોકડી તરફ મારું ઘર છે છોડી જાવ ? તેમ કહેતા ગાડી પર બેસાડી આગળ વધતા જોગર્સ પાર્ક બાદ નજીક આવેલ પોલીસ ચોકડી બાજુ માં આવેલ ગલી માં લઇ ગયા રસ્તામાં ગાડી ઉભી રાખવી હતી. અને ત્યાંજ યુવતી મહિલા સાથી પણ આવી પહોંચી હતી. અને સીધું જ પેન્ટ પકડી કોઈ બુમાબુમ કરી છે. તો ફસાઈ દઈશું ની ધમકી આપી તેના પેન્ટના ખિસ્સામાં હાથ નાખી 10 હજાર રૂપિયા કાઢી લીધા હતા. અને પુનઃ ધમકી ઉચ્ચારી બને મહિલા મોપેડ પર બેસી નીકળી ગઈ હતી. જો કે મહંમદ રિઝવાન ના જણાવ્યા અનુસાર બીજા 2 ઈસમો પણ તેમની જોડે હતા દૂર ઉભા રહી પહેરો કરી રહ્યા હતા. અને અંતે તમામ સાથે નીકળી ગયા હતા. ઘટના અંગે મહંમદ રિઝવાન દ્વારા જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી વધુ તપાસ આરંભી હતી. લૂંટેરી મુસાફર ગેંગ ના ગત રાત્રી ના લૂંટ ની પેટન જોતા અન્ય ઈસમો પણ લૂંટાયા હોવાની શક્યતા ને નકારી શકાય નહિ.