
અંકલેશ્વર માં 27 ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે 51 અને સભ્યપદ માટે 318 ફોર્મ ભરાયા હતા.11 જૂન ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેમાં 4 ગ્રામ પંચાયતમાં સમરસ બની છે. જેમાં અંકલેશ્વર ના નાંગલ, બોરભાઠા બેટ, બોરભાઠા ગામ અને સંજાલી ગામ પ્રથમ વખત સમરસ ગ્રામ પંચાયત બની છે. મોટા ભાગે પંચાયતી ચૂંટણી આ ગામ માં ચૂંટણી રસપ્રદ બનતી હોય છે. આ વચ્ચે ચાલુ વર્ષે આ ચાર પંચાયત સમરસ થઇ જતાં આશ્ચર્ય સર્જાયું છે. આ ઉપરાંત હવે આગામી 20 જૂન ના રોજ 23 પંચાયત ની ચૂંટણી યોજાનાર છે. આ વચ્ચે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતા જ ઉમેદવારો પોતાની પેનલ સાથે પ્રચાર પ્રસાર શરુ કર્યો છે. 27 ગ્રામ પંચાયત માં કુલ 58,400 મતદારો નોંધાયા છે. જેમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારો નો સમાવેશ થાય છે. 27 પંચાયત પૈકી 12 ગ્રામ પંચાયત સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે. ચૂંટણી વિભાગ દ્વારા 100 ટકા મતદાન થાય તે માટે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.