અકસ્માત કોઈ જાનહાનિ નહિ પણ ચકકાજામ માં વાહન ચાલકો ફસાયા
કલાકો સુધી સુરત થી અંકલેશ્વર આવતા માર્ગ વાહન ના પૈડાં થંભી ગયા

અંકલેશ્વર માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર આમલાખાડી બ્રિજ અડી ને આઝાદ શટર નામની દુકાન આવેલ છે. જે આગળ જ 2 ટ્રક ભટકાઇ હતી. બ્રિજ ને અડી ને જ ટ્રક એક પાછળ એક ઘુસી જતા માર્ગ વ્યવહાર .ખોરવાઇ ગયો હતો અને સુરત થી અંકલેશ્વર તરફ આવતા ટ્રેક પર વાહનો 2 કિમિ લાંબી કતાર લાગી જવા પામી હતી. અકસ્માત માં કોઈ ને ઇજા પહોચી ના હતી. પણ ટ્રાફિક જામ નું નિમિત્ત બનેલા બ્રિજ પર જ અકસ્માત ને લઇ પુનઃ ટ્રાફિક જામ સર્જાયો હતો. જે અને જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક બી ડિવિઝન પોલીસ ને જાણ થતા જ ઘટના સ્થળ પર દોડી આવી ટ્રાફિક હળવો કર્યો હતો.