- ખુલ્લા માં રહેલા રાસાયણિક કેમિકલ ગરમીના કારણે અચાનક સળગી ઉઠ્યું હતું.
- કંપની સેફટી અને ફાયર વિભાગ દ્વારા ગણતરી ના સમય માં કાબુ મેળવી લીધો હતો
- ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ના હતી.
- કંપની ની જ ફાયર અને સેફટી ટીમ એ આગ પર કાબુ મેળવી લેતા કંપની સત્તાધીશો હાશકારો અનુભવ્યો હતો.

અંકલેશ્વર ફી કોમ ચોકડી પર આવેલ કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની ના ગોડાઉન સ્ટોરેજ વિભાગ માં બહાર પડેલા ઇન્સુલેશન મટીરીયલ માં ગરમી ને લઇ અચાનક આજરોજ બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી. ને જોત જોતા માં આગ ના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટના ની જાણ કંપની ના જ ફ્રાયર અને સેફટી ટીમને થતા ત્વરિત અસર થી સ્થળ પર દોડી આવી ગણતરી ના મિનિટ માં આગ પર પાણી અને ફોમ મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ના હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કંપની ફાયર અને સેફટી ટીમ એ જ ગણતરી ના સમય માં આગ પર કાબુ મેળવી લીધો હતો. ડી પી એમ સી કે ફાયર ટીમ ની પણ મદદ લેવાઈ ના હતી. જો કે તકેદારી ના ભાગ રૂપે ફાયર ટીમ સ્થળ પર પહોંચી હતી. જરૂરી તપાસ કરી હતી.