Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર:ભાડાનું મકાન, પરિવારમાં નથી કોઈ કમાનારું, લીંબુ સરબત વેચી ગુજરાન ચલાવે છે વૃદ્ધ દંપતી

અંકલેશ્વર ના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા ઘણા સમયથી ભાણાભાઈ વસાવા તેમના વૃદ્ધ પત્ની કાંતાબેન સાથે ભાડુતી મકાનમાં રહે છે. તેમને 2 પુત્રમાંથી એક તેની પત્ની સાથે અલગ રહે છે. ઘડપણ એટલે અશકત શરીર, નમતી ભીંજાતી આંખો તો પણ સંઘર્ષમય જીવન ને બાથ ભીડીને જીવવાની હિંમત… પરિવારનો માળો પિંખાય પરંતુ દંપતી અલગ ન થાય, ઢળતી ઉંમર ના આધારે જીવન ને ધબકતું રહેવું એ પણ એક પડકાર જનક પરિસ્થિતિ કહી શકાય. જોકે, તેમ છતાં કોઈ પણ પડકાર ને હિંમતભેર સ્વીકારીને તેની સામે ઝઝૂમતા લડી લેવાની ત્રેવડ રાખતું અંકલેશ્વરમાં વૃદ્ધ દંપતી અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. બીજા પુત્ર નું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતા વૃદ્ધ દંપતીએ એકલા જ સંઘર્ષ કરવાનો વખત આવ્યો છે. પરંતુ એકલા રહેવા માટે કે, બે ટંક ભોજન માટે પણ આર્થિક પાસું થોડું હોવું જરૂરી છે, ત્યારે એકલા રહેતા હોવાથી અને આવકનું કોઈ સાધન ન હોવાથી આ વૃદ્ધ દંપતીએ લીંબુ શરબત વેચવાનું નક્કી કર્યું. આ વૃદ્ધ દંપતી દરરોજ સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી નિયમિત તેના સ્થળ પર આવી જાય છે. એસ એ મોટર પાસે શરબત ની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. છેલ્લા 3 વર્ષથી લીંબુ પાણી વેચી દિવસમાં 400થી 500 રૂપિયાનો વકરો કરી લે છે. જેમાંથી સામને ખર્ચ કાઢતા અંદાજે 300 રૂપિયાની આસપાસ વળતર મળી રહે છે. કાંતાબેન નમ્ર આંખમાંથી નીકળતા આંસુ લૂછતાં જણાવ્યું હતું કે, જેટલું કમાઈએ છીએ એટલું તો મકાનના ભાડા માં જ ખર્ચ થાય છે. કોઈ દિવસ તો એક ટાઈમનું ભોજન પણ મળતું નથી, તો ક્યારેક ચટણી રોટલો ખાઈને પણ પેટની ભૂખ મટાડવી પડે છે. સંઘર્ષથી હારીને માથું કૂટતા લોકો માટે આ દંપતી પ્રેરણારૂપ સાબિત થઇ રહ્યું  છે.

error: Content is protected !!
Scroll to Top