
ભરૂચના વાલ્મિકી સમાજના આગેવાનો દ્વારા આજરોજ ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ તાલુકાના અંગારેશ્વર ગામે રહેતા જગદીશ સોલંકીના ઘરે નિકોરા ગામમા રહેતા તોસીફ રાજ, સબ્બીર, મોઈન, સલીમ તથા સરફરાજ સહિતના શખ્સોએ જગદીશભાઈની દિકરી જમાઈને મકાન ખાલી કરી દેવા ધમકી આપી હતી ત્યાર બાદ બીજા દિવસે તોસિફ રાજ અને અન્ય શખ્સોએ જેસીબી થી મકાન તોડી પાડી દીકરીને માર માર્યો હતો અને શારીરિક અડપલા પણ કર્યા હોવાના આક્ષેપ કર્યા છે. મકાન અંગેનો મામલો કોર્ટમાં હોવા છતાં માથાભારે ઈસમો દાદાગીરી કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે વાલ્મિકી સમાજ અને વૃદ્ધ દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.