
અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ની બાકરોલ રોડ તરફ જતા આવતી મસ્જિદ સામે ખુલ્લા ખેતર માં ઝાડી વચ્ચે આજરોજ અજાણ્યા ઈસમ નો મૃતદેહ મળી આવ્યો હતો. તીવ્ર વાસ આવતા સ્થાનિક દ્વારા આ અંગે પાનોલી પોલીસ મથકે જાણ કરી હતી. જેની જાણ થતા પી.આઈ. શિલ્પા દેસાઈ તેમજ સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો. જ્યાં મૃતદેહ જોતા જ ઓળખ સંભવ ના હોવાનું જોવા મળ્યું હતું. જેને લઇ મૃતક ઈસમ ક્યાંથી આવ્યો હોઈ શકે તે અંગે જાણવા ડોગ સ્કોર્ડ ની મદદ લેવાઈ હતી. તેમજ પોલીસ મૃતદેહ માં કોઈ ઇજા છે કે કેમ તે અંગે ચકાસવા માટે એફ.એસ.એલ અને અન્ય ટેક્નિકલ ટીમ ની મદદ થી તપાસ શરુ કરી હતી. પ્રાથમિક પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો. અને મૃતદેહ ને પેનલ પી.એમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃતક ઈસમ ની ઓળખ કરવા માટે પોલીસે અન્ય પોલીસ મથક તેમજ આજુબાજુ ના ગામ માં ગુમ ઈસમો અંગે ની માહિતી એકત્ર કરવાની કવાયત શરુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બાહ્ય ઇજા ડી કમ્પોઝ મૃતદેહ હોવાથી દેખીતી રીતે જોવા ના મળી હતી. ત્યારે ઈસમ નું મોત કયા કારણોસર થયું તે અંગે વધુ તપાસ પેનલ પી.એમ કર્યા બાદ સામે આવશે. હાલ તો પોલીસ દ્વારા અકસ્માતે મોત થયું હોવાનું પ્રાથમિક કારણ નોંધી તપાસ શરુ કરી હતી.