સાંઈ વાટિકા સોસાયટીમાં એક બચ્ચાનું મોત, અન્ય ને ઈજા થઇ હતી.
કાર વડે ગલુડિયા ને કચડવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.
અંકલેશ્વર કોસમડી ગામના યોગ નગર સાંઈ વાટિકા સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સોસાયટીમાં રહેતા શ્વાનના બચ્ચા પર ફોર વ્હીલર કાર ચડાવી દેવાય એક બચ્ચાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બચ્ચા ને ઈજા પહોંચી છે. સોસાયટીમાં રહેતા બિલ્ડર જયપ્રકાશ યાદવ અને તેમની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે, વિજય પાટીલે બંસી પાટીલની કાર શ્વાનના બચ્ચા પર ચઢાવી દીધી છે. આ ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જય પ્રકાશે તરત જ સાર્થક ફાઉન્ડેશનનો સંપર્ક કર્યો હતો. જીવદયા પ્રેમી સંસ્થાના સુરજસિંગ સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ જાણવા મળ્યું કે, એક બચ્ચાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ ગંભીર ઘટના બાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.