અંકલેશ્વર માં બે સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતી જેમાં કેમ્પમાં કુલ 181 યુનિટ રક્ત એકત્ર થયું હતું.આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને ઝાયડસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 31 યુનિટ રક્ત એકત્ર કર્યું હતું. સી.આઈ.એસ.એફ. યુનિટ ઓએનજીસી અંબોલી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત 71મા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 150 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.
નેશનલ બ્લડ ડોનેશન ડે નિમિત્તે અંકલેશ્વરમાં બીજો કેમ્પ પણ યોજાયો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સીસોદરા અને સી.આઈ.એસ.એફ. યુનિટ ઓએનજીસી અંબોલી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ભરૂચ અને ઝાયડસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં 31 યુનિટ રક્ત એકત્ર થયું હતું.તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. સુશાંત કઠોર વાલા અને મેડિકલ ઓફિસર ડૉ. ઇન્દિરાબેન ના માર્ગદર્શન હેઠળ કેમ્પનું સંચાલન કરવામાં આવ્યું હતું. સીઆઈએસએફ કમાન્ડન્ટ કૃતિકા નેગીના સહયોગથી સફળ રહેલા આ કાર્યક્રમમાં સીસોદરા આરોગ્ય કેન્દ્રના સુપરવાઈઝર દીપક પટેલ અને શહેનાઝ અને વડવાણિયા સહિત અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમાજ હિત માં થયેલા પવિત્ર કાર્ય માટે તમામ દાતાઓ તથા સહયોગી સંસ્થાઓ નો હૃદયપૂર્વક આભાર માનવામાં આવે છે. આગળ આ ઝાયડસ કંપની પ્લેન ક્રેસ માં 152 યુનિટ બ્લડ ડોનેટ કર્યું હતું.
અંકલેશ્વરમાં યુવા મિત્ર મંડળ દ્વારા આયોજિત 71મા સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 150 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે. માનવ મંદિર સ્થિત હૉલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. યુવા મિત્ર મંડળ દર ત્રણ મહિને રક્તદાન કેમ્પનું આયોજન કરે છે. આ કેમ્પમાં મંડળના પ્રમુખ હિંમત દેવાણી, પ્રોજેક્ટ ચેરમેન ધર્મેશ ડોબારીયા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કુમારપાળ ગાંધી બ્લડ બેંકના સહયોગથી આ શિબિર યોજાયો હતો