
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્લેન દુર્ઘટનામાં અવસાનના સમાચાર રાજ્યભરમાં શોકની લાગણી ફેલાવી છે. આ દુર્ઘટનાને લઈને આખા રાજ્યમાં રાજકીય શોકની લાગણી છવાઈ ગઈ છે.ભરૂચ શહેરમાં આજે તમામ સરકારી કચેરીઓ અને ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠી પર ફરકાવાયો હતો. શહેરની મુખ્ય સરકારી ઇમારતો જેમ કે કલેક્ટર કચેરી અને જિલ્લા ન્યાયાલય પર પણ શોક પ્રગટાવતાં ધ્વજ અડધી કાઠી પર ઊઠાવવામાં આવ્યો હતો.પ્રજાસત્તાકની પ્રતિકરૂપ રાષ્ટ્રધ્વજની આ સ્થિતિ દ્વારા રાજ્યના પ્રતિષ્ઠિત નેતા વિજય રૂપાણી પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ રહી છે.