અંકલેશ્વરમાં પવનના સુસવાટા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ચૌટાનાકા DYSP કચેરી નજીક ઘટાદાર વૃક્ષ ધરાશાયી થયું હતું,ઘટના બની આ સમયે કોઈ હાજર ન હોવાથી જાનહાની તળી હતી પરંતુ ઝાડ નજીક પાર્ક કરેલી બાઇકને નુકશાન પહોંચ્યું હતું, વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ઘટનાની જાણ થતા પાલિકાની ફાયરની ટિમ દોડી આવી ઝાડને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને પુનઃ વાહન વ્યવહાર શરુ કરવામાં આવ્યો હતો