ગામ ની સીમ માં ખાડીમાં નજીક ભેંસો ચરાવતી વેળા જ ઘટના બની હતી.
ખાડી નજીક પાણી પીવા ઉતારેલ ભેંસોને તૂટેલો જીવંત વીજ તાર અડી જતાં જોરદાર કરંટ લાગ્યો હતો.
બે પશુ ના સ્થળ પર જ મોત અન્ય ભેંસો ત્યાંથી ભાગી છૂટી હતી.
અંકલેશ્વર ગ્રામ્ય વિસ્તારમાં વીજ નિગમ ગંભીર બેદરકારી સામે આવી છે. કોસમડી ગામ ખાતે ગત રોજ સવારે એક જીવંત વીજ તાર કોસમડી -બાકરોલ રોડ ની સીમ માં ખાડી નજીક તૂટી પડ્યો હતો. જે અંગે સવારે જ જાગૃત નાગરિકો દ્વારા જાણ કરવામાં આવી હતી. છતાં તેઓ દ્વારા સાંજ સુધી રીપેરીંગ વર્ક કે વીજ સપ્લાય બંધ કરવા ના આવતા આખો દિવસ વીજ પુરવઠો ચાલુ રહ્યો હતો. આ દરમિયાન સાંજે કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવીને પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ ભેંસ પાણી પીવા માટે ખાડી તરફ નીચે ઉતરી હતી દરમિયાન ત્યાં પડેલા જીવંત વીજ તાર ને અડી જતાં ભેંસોનું ટોળું પૈકી બે ચોંટી ગઈ હતી જયારે અન્ય ભેંસોમાં નાસભાગ મચી જવા પામી હતી આ આ વખતે બને વૃદ્ધ મહિલા પણ ત્યાંજ હતી અને હાથ માં લાકડી નો ડંડો રહેતા તેનો બચાવ થયો હતો. જો કે આંખ સામે ભેંસો ના મોત સાથે તડફડાટ થી બને વૃદ્ધ મહિલાઓ પણ જીવ બચાવી દોડ લગાવી હતી. ઘટના અંગે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને વીજ નિગમ ને જાણ કરતા રાત્રી ના ટીમ સ્થળ પર દોડી આવી હતી. આ અંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી છે. ત્યારે વીજ નિગમ ની કમ્પ્લેન પ્રત્યે ની ઉદાસીન નીતિ અને ગંભીર બેદરકારી ને લઇ બે પશુઓના મોત થયા હતા. તો બે વૃદ્ધનો જીવ જતો બચી ગયો હતો.