Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ગોલ્ડન બ્રિજ નીચે ઉભરી રહેલા પીકનીક પોઇન્ટ જોખમી બની રહ્યો છે. લોકો વાહનો લઇ નદી કિનારે પહોંચી જતા ફસાઈ જવા ના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

અંકલેશ્વર તરફ ના નર્મદા કિનારે ગોલ્ડન બ્રિજ અને નર્મદા મૈયા બ્રિજ નીચે સાંજ પડતા જ દિવસ નો થાક ઉતારવા તેમજ ગરમી હોય કે ઠંડી હોય કે પછી વરસાદ હોય નદી નો આલ્હાદ્ક નજારો જોવા ઉમટી પડે છે. તાજેતર માં ગરમી ની ઋતુ માં લોકો મોટી સંખ્યા માં અહીં નાહવા માટે ઉમટી પડતા હતા જેને લઇ ભારે ભીડ પણ જોવા મળી હતી. તો રોજબરોજ અહીં લોકો પોતાના વાહન લઇ કીરે સુરક્ષિત મૂકી નદી નજીક જવા ના બદલે સીધા નદી નજીક લઇ પહોંચી જાય છે જેને લઇ ભરતી અને ઓટ ના પાણી આવતા ગાડી ફસાઈ જવા ના દ્રશ્યો આમ બન્યા છે. જેના વિડીયો પણ વાયરલ થાય છે તો અહીં નહાવું પણ જોખમી છે. કારણ કે અહીં નદી ઉડી હોવા છતાં અહીં ભય સૂચક કોઈ બોર્ડ નથી આ વચ્ચે અજાણતા માં નદીમાં  ન્હાવા પડતા લોકો ના જીવ પર જોખમ ઉભું થાય છે. ખાસ વાત એ છે કે નર્મદા મૈયા બ્રિજ પર રોજ સાંજ પડતા જ લોકો ટહેલવા ઉમટી પડતા હોય છે. તો ગોલ્ડન બ્રિજ બાજુ માં આવેલ ફૂડ માર્કેટ ને લઇ અહીં લોકોને અહીં ખાણીપીણી મળી રહેતા હોવાથી પરિવાર, મિત્રો કે ગ્રુપ માં ફરવા દોડી આવતા હોય છે. ત્યારે બ્રિજ ઉપરાંત નદી કિનારે પણ લોકોનો ધસારો  જોવા મળે છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ , બાદ વડોદરામાં વિશ્વામિત્રી રિવરફ્રન્ટ ઉભો થઇ રહ્યો છે. આ વચ્ચે નર્મદા નદી પર પણ અંકલેશ્વર કિનારે રિવરફ્રન્ટ ઉભો કરવામાં આવે તેવી માંગ પ્રવાસી કરી રહ્યા છે.  અહીં નિયમિત આવતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી એ જણાવ્યું હતું કે આ સ્થળ લોકો માટે એક ઘેલું લગાડ્યું છે. મોટી સંખ્યા માં લોકો જીવના જોખમે કિનારા સુધી ગાડી લઇ પહોંચી જાય છે. કેટલીક વાર ફસાઈ જતા સ્થાનિકો દોડવું પડે છે. અહીં સારું પીકનીક પોઇન્ટ બની શકે એમ છે. જે માટે અહીં સુવિધા ઉભી કરાવી જરૂરી છે. હાલ કોઈ જ સુવિધા નથી જેને લઇ લોકો સમસ્યા નડી રહી છે. ત્યારે અહીં જો રિવરફ્રન્ટ જેવી સુવિધા ઉભી થાય તો જિલ્લા નું એક નવું પીકનીક ડેસ્ટિનેશન બની શકે એમ છે. અન્ય એક પ્રવાસી નીતિન ભાઈ પટેલ એ જણાવ્યું હતું કે ગુજરાત ની જીવાદોરી નર્મદા છે. પણ તેના કિનારા ડેવલ્પમેન્ટ  પ્રત્યે સરકાર ધ્યાન આપી નથી. રહી. એક તરફ હેરિટેજ કહી શકાય એવો ગોલ્ડન બ્રિજ છે. જે લોકો ના આકર્ષણ નું કેન્દ્ર છે તો બીજી તરફ અંકલેશ્વર નો નર્મદા કિનારો જો વિકસિત કરવા મા આવે અને અહીં રિવરફ્રન્ટ જેવી સુધી ઉભી કરવામાં આવે એ જરૂરી છે. જેના માટે વિચારવું જોઈએ.

error: Content is protected !!
Scroll to Top