Vaat Ankleshwarni

તાજા સમાચાર

ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના માર્ગની અર્ધવટાળ કામગીરીથી રાહદારીઓ પરેશાન

ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રૂ. 23 કરોડના ખર્ચે નિર્માણ પામતા ચાર માર્ગીય રોડની કામગીરી છેલ્લા કેટલાક સમયથી અર્ધવટાળ રહી છે. આ અંતર્ગત ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના એક લેનની કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ બીજી લેન વિશેષરૂપે ઝાડેશ્વર ચોકડીથી નર્મદા કોલેજ સુધીનો રસ્તો અધૂરો છે.અધૂરા રસ્તા અને મોટા ખાડાઓના કારણે વાહનચાલકોની મુશ્કેલી વધતી જાય છે. વરસાદી પાણીના ભરાવથી ખાડાઓ છુપાઈ જતા અકસ્માતના પણ બનાવો બનવાની સંભાવના છે.છેલ્લા બે દિવસથી સતત ચાર કિમી સુધી ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ટ્રાફિકની અસર નેશનલ હાઈવે અને ઝાડેશ્વર ગામ સુધી ફેલાઈ છે. ખાસ કરીને સવારના સમયે સ્કૂલો, કોલેજો અને કામકાજે જતા નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે….

error: Content is protected !!
Scroll to Top