
વાપી હાઈવે પર બલિઠા બ્રિજ નજીક એક ગંભીર અકસ્માત ટળ્યો છે. અમદાવાદ તરફ જતી એક ટ્રકમાં અચાનક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ દરમિયાન ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ચાલકે સમયસૂચકતા વાપરીને તરત જ ટ્રકને રોડની સાઈડ તરફ લઈ લીધી. આમ કરવાથી ટ્રક પલટી ગઈ હતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી ગઈ. ઘટના સ્થળે હાજર રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ચાલકની મદદે દોડી આવ્યા હતા. આ અકસ્માત દેશના સૌથી વ્યસ્ત ગણાતા NH-48 હાઈવે પર થયો હતો. ભારે ટ્રાફિક વચ્ચે પણ ચાલકની સૂઝબૂઝને કારણે કોઈ જાનહાની થઈ ન હતી. ટ્રક ચાલકનો આબાદ બચાવ થયો હતો.