Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વર ના પ્રતિન ચોકડી પાસે રિક્ષા સ્ટેન્ડ વરસાદી પાણીમાં ગરક થઇ ગયું

રીક્ષા ચાલકો પાણી માં રીક્ષા ઉભી રાખવા મજબુર બન્યા છે.
પાલિકાની ગટર લાઈન ચોક અપ થતા સર્જાઈ સમસ્યા હોવાનો રીક્ષા ચાલક એ દાવો કર્યો હતો.
વરસાદ ના શરૂઆતમાં જ રોડ પર પાણી ફરી વળતા તેનો નિકાલ અટકતા પાણી ઉભા રહેવા રીક્ષા ચાલકો મજબૂર બન્યા છે.
પાલિકા દ્વારા ગટર લાઇન સાફ કરવાની માંગ કરી હતી.

અંકલેશ્વર પ્રતિન ચોકડી રિક્ષા સ્ટેન્ડ પાસે વરસાદી પાણી એ જમાવટ કરતાં પેસેન્જરો સહિત રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાલિકાની ગટર લાઇન ચોકઅપ થઈ જતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અંકલેશ્વર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે,અને વહેલી સવારથી જ વરસાદે ધબધબાટી બોલાવી છે,જેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.બીજી તરફ પ્રતિન ચોકડી પાસે સવારના સમયે ધંધા રોજગાર માટે આવતા લોકોને જમાવડો જોવા મળે છે.પરંતુ ભારે વરસાદ અને રિક્ષા સ્ટેન્ડ પર પાણીનો ભરાવો થઈ જતા રીક્ષા ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.તેમજ પેસેન્જર અને રાહદારીઓને પણ માર્ગ પરથી પસાર થવું મુશ્કેલરૂપ બની ગયું છે.નગરપાલિકા ગટર લાઇન ચોકઅપ થઈ જવાના કારણે પાણી માર્ગ પર ભરાય ગયું હોવાનું રિક્ષા ચાલકો જણાવી રહ્યા છે,તેમજ વહેલી તકે પાલિકા તંત્ર દ્વારા ગટર લાઈનની યોગ્ય સફાઈ કરવામાં આવે તેવી માંગ પણ તેઓએ કરી રહ્યા છે.

error: Content is protected !!
Scroll to Top