અંકલેશ્વરમાં ફરી એકવાર નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાઈ છે.
છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે હાઇવે માર્ગ પર ખાડા પડવા સાથે જર્જરિત આમલાખાડી બ્રિજ પુનઃ ટ્રાફિક જામ નું નિમિત્ત બન્યો છે.
હાઇવે જામ ની અસર આંતરિક માર્ગ પણ અંશતઃ જોવા મળી હતી.
અંકલેશ્વર માં છેલ્લા ચાર દિવસથી વરસાદ ખાબકતાં નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળી રહ્યો છે. અનરાધાર વરસાદ માં હાઇવે પર પુનઃ ગાબડાં પડવાની શરૂઆત થઇ છે. તો જોખમી આમલાખાડી સાકળો બ્રિજ પુનઃ ટ્રાફિક જામ નું નિમિત્ત બન્યું છે. ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ફરી અંકલેશ્વર હાઇવે પર સુરત તરફ જતી લેન પર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતારો જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળુ સાંકડુ હોવાથી રોજિંદી સમસ્યા ઉદભવી રહી છે ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિકજામ ની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.