Vaat Ankleshwarni

તાજા સમાચાર

હાંસોટ પંથકમાં અનરાધાર વરસાદ ચાલુ રહેતા હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર પાણી ફરી વળ્યા હતા

દંત્રાઇ ગામ નજીક વન ખાડીમાં પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો.
જિલ્લામાં સૌથી વધુ 310 મિમી વરસાદ સાથે 34.75 વરસાદ માત્ર હાંસોટ પંથક માં જ સીઝન ના પ્રથમ રાઉન્ડ માં ખાબક્યો છે.

ગત શનિવારે થી હાંસોટ માં શરુ થયેલ નૈઋત્ય ચોમાસામાં હાંસોટ હાલ બેહાલ થયા છે. હાંસોટ પ્રથમ રાઉન્ડમાં જ 35.75 % વરસાદ સાથે સીઝન ના 892 મિમિ વરસાદ સામે 310 મિમી વરસાદ ખાબક્યો છે. આ વચ્ચે વાનખાડી ના ઉપરવાસ માં પણ વરસાદ ચાલુ રહેતા ખાડી છલકાઈ ઉઠી છે. હાંસોટમાં અનરાધાર વરસાદના કારણે ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાંસોટના કંટીયાજાળ જોડતા મુખ્ય માર્ગ પર દત્રાઈ ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન પરથી પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. હાંસોટ પંથકમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દત્રાઈ ગામ નજીક ચાલી રહેલ વાન ખાડી પુલ કામગીરીને પગલે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું જેના પરથી વાન ખાડીમાં પાણી ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો છે. માર્ગ બંધ થતાં આસપાસના ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી મંગળવાર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે લોકોને સતર્ક રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

error: Content is protected !!
Scroll to Top