58,000 મતદારો મતાધિકારનો કરશે ઉપયોગ કરશે.
250 થી વધુ કર્મચારી ઓ ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે પૂર્ણ કરવા જહેમત ઉઠાવશે.
પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતોની આવતીકાલે ચૂંટણી યોજાશે ત્યારે અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાશે જે અંતર્ગત આજરોજ જીનવાલા સ્કૂલ ખાતે થી ચૂંટણીની સામગ્રી અને પોલિંગ સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યો હતો.અંકલેશ્વર તાલુકામાં કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 23 પંચાયતમાં ચૂંટણીનો જંગ ખેલાશે. 4 ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી. તંત્ર દ્વારા 12 ગ્રામ પંચાયતને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે.કુલ 58,400 મતદારમાં 29,865 પુરુષ અને 28,535 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.ચૂંટણીની કામગીરીમાં 250 જેટલા કર્મચારીઓ જોડાશે.આ તરફ મતદાન પ્રક્રિયા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે.