સફાઈ કામદારો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
પાલિકા પ્રમુખ ,ચીફ ઓફિસર શહેર ભાજપ પ્રમુખ સહીત ના નાગરીકો જોડાયા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની પહેલ કરી હતી. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્રએ સ્વીકાર્યો હતો અને 21 જૂન 2015ના રોજ વિશ્વભરમાં પ્રથમ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. યોગ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ખૂબ જ લોકપ્રિય બન્યો છે.ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા શહેર ના માં શારદા ભવન ટાઉન હોલ ખાતે 10 માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી માં નગર પાલિકા ના પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત ,ચીફ ઓફિસર કેશવ કોલડિયા ,કારોબારો અધ્યક્ષ નિલેશ પટેલ ની અધ્યક્ષતા અને ઉપસ્થિતિ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ યોગ દિવસ માં પાલિકા ના કર્મચારીઓ ,શહેર ભાજપ ના હોદ્દેદારો , અને શહેરીજનો જોડાયા હતા અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી નું સીધું પ્રસારણ નિહાળ્યું હતું. તેમજ પાલિકા ના સફાઈ કર્મચારી ઓ ને સ્વચ્છતા અંગે એવોર્ડ પણ આપવામાં આવ્યા હતા તો વોર્ડ નંબર 1,5 અને 7 ને પણ વિશેષ એવોર્ડ આપવામાં આવ્યા હતા.