Vaat Ankleshwarni

તાજા સમાચાર

અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તડામાર તૈયારીઓ શરુ કરાઈ છે.

આગામી તારીખ 27 મી જુનના રોજ અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટી માં આવેલ કમાલી વાડી સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે,રથયાત્રાને લઇ નગરજનો અને આયોજન માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભવ્યાતિભવ્ય રીતે યોજાય તે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ખાતે સવારથી પૂજા અર્ચના અને યજ્ઞ યોજાશે,અને મહાનુભાવોના હસ્તે મંદિર ની રથ માં સવાર થઇ  ભગવાન જગન્નાથજી,બલરામજી ,બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે. જે અંકલેશ્વર નગરના વિવિધ વિસ્તારમાં ફરી મોડી સાંજે મંદિર ખાતે પરત આવશે.ત્યારે રથયાત્રાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

error: Content is protected !!
Scroll to Top