Vaat Ankleshwarni

તાજા સમાચાર

વરસાદી  માહોલ વચ્ચે અંકલેશ્વર 23 ગામ પંચાયત ચૂંટણી યોજાઈ હતી. સજોદ માં વોટ નોટ અપાતો વિડીયો થતાં ઉહાપોહ મચ્યો હતો. ડીવાયએસપી સહીત પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.

વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર માં 23 ગ્રામ પંચાયતમાં ચૂંટણી નો પ્રારંભ થયો હતો.
વરસાદ ને લઇ મતદાન માં નિરસતા જોવા મળી બપોરે 3 વાગ્યા સુધીમાં માત્ર 38 % મતદાન થયું હતું.
ઈવીએમ ને બદલે વરસો બાદ પુનઃ બેલેટ પર મતદાન યોજાયું હતું. 

વરસાદ ના હસ્તક્ષેપ વચ્ચે તાલુકા માં મતદાતા ઓ મત આપવા ભીંજાવાનું ટાળતા બપોરે 3 વાગ્યા સુધી માત્ર 38 % જ મતદાન નોંધાયું હતું.
અંકલેશ્વર ના સજોદ ગામ ખાતે પંચાયત ની ચૂંટણી દરમિયાન વિકાસ પેનલ ના સરપંચ ઉમેદવાર ના પતિ દ્વારા એક્ટીવા મોપેડ પર મતદારો પાસે પહોંચી મતદાતા ને નોટ આપી રહ્યા હોવાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. સામે પક્ષે કરવા આવેલા આ સ્ટિગ નો વિડીયો સામે આવતા હોબાળો મચી ગયો હતો. અને આ અંગે પોલીસ બુથ પર ચૂંટણી અધિકારી અને પોલીસ ને રજુઆત કરી હતી. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. ને પોલીસ  વિડીયો મેળવ્યો હતો અને પ્રાથમિક ફરિયાદ આધારે તેમજ ચૂંટણી અધિકારી ફરિયાદ અનુસંધાને તપાસ શરુ કરી હતી.

આ ઉપરાંત અંકલેશ્વર ના સારંગ પૂર, જીતાલી, કોસમડી. સેગપુર, ધંતુરીયા સહીત ગામો માં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા ચાલી હતી. કોસમડી  વ્હીલચેર પર આવેલ મતદાતા ને પોલીસ મદદ કરતી જોવા મળી હતી. તો શાંતિપૂર્ણ  ઉધાર રહેતા મતદાતા ઓ મતદાન કરવા પોલીસ બુથ પર લાઈનો જોવા મળી હતી. જીતાલી, સેગપુર, ઉછાલી ધંતુરીયા , સહીત ગામો માં પણ શાંતિપૂર્ણ મતદાન જોવા મળ્યું હતું.

આ વચ્ચે અચાનક વરસાદ શરુ થતા જ મતદાતા ઓ ઘર બહાર નીકળવા નું ટાળ્યું હતું. જેને લઇ મતદાન ની ટકાવારી ધટી હતી તો કેટલાક સ્થળે છત્રી લઇ મતદાતા મતદાન કરવા પહોંચ્યા હતા. બપોરે 3 વાગ્યા ના 38 % મતદાન જોતા સાંજે 5 વાગ્યા સુધી માં 50 થી 55 % મતદાન  થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ઉમેદવારોએ પોતાની જીત ના દાવા રજુ કર્યા હતા. તો વર્ષો બાદ બેલેટ પેપર પર મતદાન પ્રક્રિયા જોવા મળી હતી. જેને લઇ બટન દબાવી મત આપતા મતદારો થપ્પા લગાવી મત આપતા પણ જોવા મળ્યા હતા. યુવા મતદારો પણ પ્રથમ વખત બેલેટ મતદાન કરતા અનોખો રોમાન્ચ અનુભવ્યો હતો.

error: Content is protected !!
Scroll to Top