Vaat Ankleshwarni

તાજા સમાચાર

સાબરકાંઠામાં ભારે વરસાદથી ખેડૂતોને થયું ભારે નુકસાન, સરકાર પાસે કરી વળતરની માગ

સાબરકાંઠામાં થયેલા ભારે વરસાદના પગલે ખેડબ્રહ્મા વિસ્તારના કેટલાય ગામડાઓમાં ખેતીની સાથે ખેતરોને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ગતરોજ ખેડબ્રહ્મા તેમજ વડાલીના ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઇંચથી વધુ વરસાદ ખાબકતા રોધરા ગામ સહિતના વિસ્તારોમાં વ્યાપક તારાજી સર્જાઈ છે. તેમજ પૂર સહિત વ્યાપક પાણીએ આ વખતે ખેતરો સંપૂર્ણપણે પાયમાલ થઈ જતાં સ્થાનિક ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહયોગની આશા રાખી રહ્યા છે.

સાબરકાંઠાના ખેડબ્રહ્મા વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ સર્જાયો હતો. તેમજ રાત્રિના સમયે 15 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સ્થાનિક કક્ષાએ પુર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સાથો સાથ 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોવાના પગલે મોટાભાગના ખેતરોમાં પાણીની વ્યાપક આવક થતા ડ્રીપ સહિતનો માલ સમાન સંપૂર્ણપણે ખેંચાઈ ગયો છે. જેના પગલે ખેતીમાં પણ વ્યાપક નુકસાન સર્જાયું છે. ખેડબ્રહ્માના લક્ષ્મીપુરા, રોધરા, સહિતના ગામોમાં 15 ઇંચ પાણીને પગલે મગફળી તેમજ કપાસનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. અન્ય રોડ રસ્તા તેમજ પશુપાલકોને પણ વ્યાપક નુકસાન ગયું છે. જેના પગલે હવે સ્થાનિકો રાજ્ય સરકાર પાસે સહાય તેમજ સહકારની અપેક્ષા રાખી રહ્યા છે.

જોકે એક તરફ 15 ઇંચ જેટલા પાણીના પગલે સ્થાનિક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. તો બીજી તરફ વરસાદે વિરામ લેતા વ્યાપક તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં મસમોટા પથ્થરો સમગ્ર ખેતરમાં ફેલાઈ ચૂક્યા છે. સાથો સાથ ખેતરમાં રાખવામાં આવેલી ડ્રીપ પાણીના પ્રવાહથી તણાઈ ચુકી છે. તેમજ અન્ય ખેતરોમાં રહેલી ડ્રિપ લાઈન પણ પાણીના પ્રવાહમાં તણાઈ જતા ખેડૂતને બેવડો માર પડ્યો છે. એક તરફ સમગ્ર પાક નિષ્ફળ થયો છે. તો બીજી તરફ સિંચાઈ માટે ડ્રીપ લાઈન પણ પાણીના પ્રવાહથી ખોવાઈ ચૂકી છે. ત્યારે ખેડૂતના માથે બેવડા મારથી રાજ્ય સરકાર પાસે સહાયની અપેક્ષા રાખી રહ્યો છે. જોકે આવનારા સમયમાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક ખેડૂતોને કેટલો અને કેવો ફાયદો કરાયો હોય છે એ તો સમજ બતાવશે. પરંતુ વર્તમાન સમય સંજોગે ભારે વરસાદથી જગતનો તાત રાતાપાણીએ રડી રહ્યો છે. રાજ્ય સરકાર આવનારા સમયમાં કેટલો સહયોગ આપશે એ તો સમય જ બતાવશે.

error: Content is protected !!
Scroll to Top