
અંકલેશ્વર તાલુકાના 16 ગામોની ચૂંટણીની મતગણતરી આજે જીનવાલા સંકુલના યોજવામાં આવી હતી જેમાં 12 સામાન્ય અને 4 પેટાચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા અંકલેશ્વરના બોઇદ્દા, માટીએડ, પાનોલી, ધંતુરીયા,માંડવાબુઝર્ગ,મોતાલી,કોસમડી,ભરણ,જુના દિવા, સરફુદ્દીન, સેંગપુર, ઉછાલી, જીતાલી, સજોદ,દઢાલ,સારંગપુર ગ્રામ પંચાયતોની મતગણતરી શાંતિ પૂર્ણ માહોલમાં યોજાઈ હતી,અને મતગણતરી કેન્દ્ર બહાર ઉમેદવારોના ઠેકેદારો અને સમર્થકોના પણ ટોળા ઉમટી પડ્યા હતા.
મતગણતરી પ્રક્રિયામાં ચૂંટણી વિભાગના 160 જેટલા કર્મચારીઓ જોડાયા હતા. મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ હેતુથી 150 પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. સવારે 8 વાગ્યાથી શરુ થયેલી ગણતરી સાંજે 6 વાગ્યા સુધી ચાલી હતી.







