અંકલેશ્વર નગરપાલિકા ના માધ્યમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઈ એન જીનવાલા અને એમ ટી એમ ગર્લ્સ સ્કૂલ ના વિદ્યાર્થીઓ નો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મા શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ થકી વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તેવા પ્રયત્નો કરી શાળા માં 350 થી વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાળા સંકુલ ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. પાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ,પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત,ચેરમેન નિલેશ પટેલ અને માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વીરલ મકવાણા, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા , નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી સંસ્થા સંદીપભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ તેમને નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી સંસ્થા દ્વારા બાળકોને ડાયરા અને સરકાર દ્વારા પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું