2021 ના વર્ષમાં રાજ્યના પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
4 વર્ષમાં પાંચથી વધુ વાર સળિયા બહાર આવી ગયા છે.
નિયત સમય કરતાં 5 વર્ષ ના વિલંભ થી બન્યો તેમાં પણ કામ માં લીપાપોતી જોવા મળી રહી છે.
અંકલેશ્વર શહેર અને ભરૂચ ને જોડાતા ગડખોલ ટી બ્રિજ મહત્વપૂર્ણ કદી રૂપ બ્રિજ હોવા સાથે ફાટક ની ઝંઝટ થી મુક્તિ સાથે શહેરીજનો હળવા ટ્રાફિક થી મુક્તિ 4 વર્ષ પૂર્વે અપાવી હતી. એવા ગડખોલ બ્રિજ તેના નિયત સમય કરતા 5 વર્ષ વિલંભ થી બન્યો હતો. 30 જુલાઈ 2021 ના રોજ બન્યો હતો. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બ્રિજ પર એક વર્ષ માં ખાંગા દેખાવા માંડ્યા હતા. એટલું જ નહિ લોકાર્પણ થયા ના છ મહિના બાદ ઓએનજીસી તરફ નો એપ્રોચ રોડ બન્યા બાદ શરુ થયો હતો. છેલ્લા 4 વર્ષમાં સળિયા દેખાવા ની ઘટના 7 થી વધુ વાર સામે આવી છે. બ્રિજ ના મધ્ય માં તો તંત્ર દ્વારા વારંવાર ડામર ના થીગડાં મારવા પડી રહ્યા છે. ફરી એકવાર બ્રિજ પર 3 થી વધુ સ્થળે બ્રિજ ગાબડા પડયા હતા અને સળિયા બહાર આવી ગયા છે.100 કરોડ ઉપરાંત ના ખર્ચે નિર્માણ પામેલા રોડ ના માત્ર 4 વર્ષમાં ખસ્તા હાલ થઇ ગયા છે. આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેના દ્વારા આ સામે આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે બ્રિજ જો ધસી પડે કે મોટા ગાબડાં પડે અને કોઈ હોનારત સર્જાઈ તો જવાબદાર કોણ ? તે સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. 4 મહિના પૂર્વે પણ માર્ચ માં સળીયા દેખા દેતા અહેવાલ પ્રકાશિત થતા જ ત્યાં સિમેન્ટ ના થીગડાં મારી દેવામાં આવ્યા હતા.જે હવે ચોમાસાના પ્રથમ રાઉન્ડ માં પુનઃ નીકળી જતા હવે તો પહેલા કરતા વધુ સળિયા બહાર .આવી ગયા છે ને આંખે આખી સળિયા ની જાળી બહાર આવી ગઈ છે. જેના પર વાહન ચાલકો પટકાતા અકસ્માતની ભીતિ ઊભી થઇ રહી છે. અને આ ખાડા પર થી હજારો વાહનો પટકાઈ ને પસાર થઇ રહ્યા છે. જેને લઇ તેને વધુ નુકસાન પહોંચી રહ્યું છે. જો વધુ પડતો ઠપકાર પડે તો બાકોરું પદવાની સંભાવના છે જેને લઇ મોટી હોનારત સર્જાઈ શકે છે. હાલ ભયજનક બનેલા આ બ્રિજ પર હવે વાહન ચાલકો એ સંભાળી ને પસાર થવું હિતાવહ બન્યું છે.