અંકલેશ્વર જૂના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળાપ્રવેશોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો. નવમુખ શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિતે આ પ્રસંગે વિવિધ રમૂજી તથા જાગૃતિજનક કાર્યક્રમો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
આ પ્રસંગે શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિધાર્થીનીઓને ઉત્તમ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ માટે પારિતોષિકોથી નવાજવામાં આવ્યા. સાથે જ પર્યાવરણ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો.દાતાશ્રીઓના સહયોગથી શાળાના તમામ બાળકોને નવનિર્મિત સ્કૂલ બેગ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું, જે બાળકો માટે પ્રેરણારૂપ બન્યું.કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કિશન ચોટલીયા (નાયબ કાર્યપાલક ઈજનેર – સિંચાઈ પેટા વિભાગ) તથા કનૈયા પટેલ (લાઈઝન અધિકારી) ઉપસ્થિત રહ્યા. તેમનાં હસ્તે વિધાર્થીઓને આર્શીવચનો મળ્યા અને શિક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધ રહેવાની પ્રેરણા અપાઈ.આ પ્રસંગે ગામના સરપંચ પંકજ પટેલ, ચૂંટાયેલા સભ્યો, ગામના અગ્રણીઓ, મોટી સંખ્યામાં વાલીઓ, શાળાના આચાર્ય તથા શિક્ષકમંડળ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ શાળા અને સમાજ વચ્ચેના સંવાદ અને સહયોગને મજબૂત બનાવતો સાબિત થયો હતો.