ઝઘડીયા તાલુકાનાં રાણીપરા ગામ નજીક ટ્રકમાં અજગર જોવા મળતા દોધધમ મચી જવા પામી હતી જોકે જીવદયા પ્રેમી દ્વારા મહામહેનતે અજગરનું રેસક્યું કરવામાં આવ્યું હતું
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં રાણીપરા પેટ્રોલ પંપ નજીક ઊભેલી ટ્રકમાં અજગર દેખાડેટા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી જવાપામી હતી. જોકે ઘટનાની જાણ જીવદયા પ્રેમી હેમંત પટેલને કરવામાં આવતા તાત્કાલિક સ્થળ ઉપર પહોચી અજગરને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, કલાકની જહેમત બાદ મહામહેનતે 5 ફૂટ લાંબા અજગરને ઝડપી પાડવામાં આવ્યો હતો,અજગર ઝડપાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હેમંત પટેલ દ્વારા અજગરને વનવિભાગમાં સુપરત કરવામાં આવ્યો હતો વનવિભાગ દ્વારા અજગરને અનુકૂળ વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે.