
ભરૂચમાં ચોમાસાની સિઝનમાં તારાજીના અનેક દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે ભરૂચના કતોપોર દરવાજા વિસ્તારમાં આવેલ વડાપડાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું.
વૃક્ષ નજીકમાં આવેલા જર્જરીત મકાન પર ધારાશયી થતા દોડધામ મચી જવા પામી હતી.જોકે મકાનમાં કોઈ રહેતું ન હોવાના કારણે મોટી દુર્ઘટના અટકી હતી. બનાવની જાણ થતા જ નગરસેવા સદન તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ દોડી આવ્યા હતા અને વીજ પુરવઠો બંધ કરી વૃક્ષને બાજુ પર હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા પહેલાં નગરસેવા સદન દ્વારા મકાનો ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવવામાં આવી હતી આમ છતાં કોઈ ત્વરિત કામગીરી ન થતાં આવી દુર્ઘટનાઓ વારંવાર બને છે.