Vaat Ankleshwarni

તાજા સમાચાર

વલસાડ જિલ્લામાં સતત મેઘ મહેર ને કારણે અંતરિયાળ પહાડી વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

કપરાડા ના રોહિયાળ તલાટ ગામ નજીક આવેલા જાણીતા પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારમાં સુંદર નજારો જોવા મળે છે પાંચ પાંડવ કુંડ અને પથરાળ ખડકો માંથી વહેતી કોલક નદીનો અદભુત અવકાશી દ્રશ્ય સામે આવ્યા છે આ આકાશી દ્રશ્યોમાં ખડખડ વહેતી કોકલ નદી અને પાંચ પાંડવકુંડ ના દ્રશ્યો જાણે કોઈ ચિત્રકારે કેનવાસ પર કંડારીયા હોય તેવા અદભુત લાગી રહ્યા છે. કપરાડા ચેરાપુંજી માનવામાં આવે છે . જ્યાં સરેરાશ 125 ઇંચથી વધુ વરસાદ વરસે છે.. આથી ચોમાસાના ચારેય મહિના આ વિસ્તારમાં નાના-મોટા નદી ઝરણાં ડુંગરો માંથી વહેતા જોવા મળે છે. ત્યારે રોહિયાળ તલાટ નજીક આવેલો આ પ્રસિદ્ધ પાંચ પાંડવ કુંડ નો નજારો છે.. આ આકાશી દ્રશ્યો કોઈપણ પ્રકૃતિ પ્રેમીના મન મોહવા કાફી છે.. ન માત્ર રોહિયાળ તલાટ ગામ પરંતુ સમગ્ર કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવો જ સુંદર નજારો જોવા મળે છે ..ત્યારે પાંચ પાંડવ કુંડ અને આસપાસના વિસ્તારના આ અવકાશી દ્રશ્યો લોકોનું મન મોહી રહ્યા છે.. પાંચ પાંડવ કુંડ નજીક કોલક નદીના કિનારે પ્રકૃતિના ખોળે સમય વિતાવવા અને બાળકોના રમવા માટે સાધનો પણ હોવાથી આખો દિવસ અહીં પરિવાર સાથે શાંતિથી પસાર થઈ શકે છે.. આથી દર વખતે ચોમાસામાં મોટી સંખ્યામાં લોકો આ સુંદર નજારા ને માણવા અહીં પહોંચે છે

error: Content is protected !!
Scroll to Top