
ભરૂચ જિલ્લામાં ટ્રાફિક વિભાગ માં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ અને કારકિર્દીનું ઐતિહાસિક સમાપન કરતાં નિવૃત્ત થયા છે. વર્ષ 1991માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વરભાઈએ ભરૂચ એસ.ટી. ડેપો, ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવી હતી. ટ્રાફિક વ્યવસ્થા ના મામલે તેઓ નિષ્ણાત માનવામાં આવતાં અને લોકો તેમને પ્રેમથી “મામા” તરીકે સંબોધતા.કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવતા દાખવી હતી. જ્યારે સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા.તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન ટ્રાફિક પી.એસ.આઈ. યૂ.પી. પારેખ, અને પોલીસ સ્ટાફ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જૂના બોરભાઠા બેટ ના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલ પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વરભાઈના સેવાકાળના યાદગાર ગણાવ્યો હતો.